Special Offers
આવાસ ફાઇનેન્સિયર્સ તમને એમએસએમઈ લૉન દ્વારા પરવડે તેવા આકર્ષક વ્યાજદરે ઓછામાં ઓછા દસ્તાવેજીકરણની સાથે તમારી બિઝનેસની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થાય છે.
એમએસએમઈ બિઝનેસ લૉન વડે તમે તમારી કાર્યકારી મૂડી માટે નાણાં મેળવી શકો છો, જેનો ઉપયોગ તમે નવી મશીનરી, ઉપકરણો ખરીદવા અને તમારા બિઝનેસને વિસ્તારવામાં મદદરૂપ થવા કરી શકો છો.
એમએસએમઈ લૉનની વિગતો
વ્યાજદર | વાર્ષિક 13%થી શરૂ* |
---|---|
લૉનની રકમ | રૂ. 1,00,000 અને તેનાથી વધારે |
લૉનની મુદત | 7 વર્ષ સુધી |
*રૂ. 20 લાખથી વધારે એમએસએમઈ લૉન માટે
પરવડે તેવા વ્યાજદરે પૂરી પાડવામાં આવતી એમએસએમઈ બિઝનેસ લૉન તમારા બિઝનેસની ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. વર્ષ 2022માં બિઝનેસ માટે એમએસએમઈ લૉન માટે અરજી કરવાની ઓનલાઇન પ્રક્રિયા સરળ છે પરંતુ તેના માટે અરજી કરતાં પહેલાં એમએસએમઈ લૉન મેળવવા માટેની તમારી પાત્રતાને ચકાસી લેવાની ભલામણ કરવામાં આવે છે. લૉન મેળવવાની તમારી પાત્રતાને ચકાસવા માટે તમે ઓનલાઇન લૉન એલિજિબિલિટી કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. તમે એકવાર લૉનની રકમ જાણી લો તે પછી તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યાં હો કે તમારા વર્તમાન બિઝનેસને વિસ્તારી રહ્યાં હો, તમે તદનુસાર તમારા બજેટનું આયોજન કરી શકો છો.
અમે લૉન માટે 2થી 7 વર્ષની ફ્લેક્સિબલ મુદત આપીએ છીએ.
માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કે એમએસએમઈ લૉન સ્કીમ્સ ઉદ્યોગસાહસિકો દ્વારા કે પોતાના બિઝનેસનું સંચાલન કરનારા લોકો દ્વારા લેવામાં આવે છે. એમએસએમઈ લૉન લેવા પાછળના ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે, માલસામાન કે સ્ટોક ખરીદવો, બિઝનેસનું વિસ્તરણ કરવું, રોકડનો પ્રવાહ વધારવો, મશીનરી કે ઉપકરણો ખરીદવા કે અપગ્રેડ કરવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવું અને નવા ઉત્પાદનો લૉન્ચ કરવા વગેરે.
એમએસએમઈ માટે અરજી કરી રહેલા લોકોએ એમએસએમઈ લૉનનો વર્તમાન વ્યાજદર, એમએસએમઈ લૉન માટે જરૂરી દસ્તાવેજો અને નવા બિઝનેસો માટે એમએસએમઈ લૉનની પાત્રતા જેવા મુદ્દાઓ ચકાસી લેવા જોઇએ. તેનાથી લૉનની મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બની જાય છે. લોકો પાત્રતાની જરૂરિયાતો ચકાસવા માટે આવાસ ઓનલાઇન એમએસએમઈ લૉન એલિજિબિલિટી કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે. જે લોકો પહેલેથી જ જાણતા હોય કે એમએસએમઈ લૉન મેળવવા માટેની જરૂરિયાતો શું છે અને તેના માટે શું કરવું પડે છે, તો એમએસએમઈ લૉન મેળવવું ઘણું સરળ બની જાય છે.
આવાસ એમએસએમઈ લૉનની વિશેષતાઓ
આવાસ એમએસએમઈ લૉન એ એક નાણાકીય ઉત્પાદન છે, જેની રચના ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) માટે કરવામાં આવી છે. તે આ ક્ષેત્રના બિઝનેસોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી વિશેષતાઓ પૂરી પાડે છે.
1.આકર્ષક વ્યાજદર: આવાસ એમએસએમઈ લૉન સ્પર્ધાત્મક વ્યાજદર પૂરો પાડે છે, જે એમએસએમઈ માટે તેમના બિઝનેસના વિવિધ હેતુઓ માટે જરૂરી નાણાં મેળવવાનું સુલભ બનાવી દે છે. સ્પર્ધાત્મક વ્યાજદર ઋણ લેવાના એકંદર ખર્ચને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
2. 7 વર્ષ સુધીની ફ્લેક્સિબલ મુદતઃ તેની આ વિશેષતાને કારણે એમએસએમઈ તેમના બિઝનેસના રોકડના પ્રવાહને અનુરૂપ આવે તેવી લૉનની પરત ચૂકવણીની મુદત પસંદ કરી શકે છે. મુદત લાંબી હશે તો ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ્સ (ઇએમઆઈ)ની રકમ ઓછી હશે, જે પરત ચૂકવણીને મેનેજ કરવાનું સરળ બનાવી દે છે.
3. સરળ, ઓછામાં ઓછું દસ્તાવેજીકરણઃ આવાસ એમએસએમઈ લૉન દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવી દે છે, જે બિઝનેસના માલિકો માટે પેપરવર્કનું ભારણ ઘટાડી દે છે. તે લૉનની અરજી કરવાની અને મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી દે છે, જેના કારણે સમય અને શ્રમ બંનેની બચત થાય છે.
4. કોઈ છુપા ચાર્જિસ નહીં: એમએસએમઈ માટે પારદર્શકતા ખૂબ જ મહત્વની છે. આવાસ એ વાતની ખાતરી કરે છે કે, કોઈ છુપા ચાર્જિસ ના હોય, જેના પરિણામે ઋણ લેનારા લોકો પહેલેથી જ લૉનના કુલ ખર્ચને સમજી શકે.
5. દસ્તાવેજોનો વિશ્વસનીય અને સુરક્ષિત રીતે સંગ્રહઃ આ ધીરધાર લૉનના મહત્વના દસ્તાવેજોને સંગ્રહિત કરવા માટેનું એક સલામત પ્લેટફૉર્મ પૂરું પાડે છે. તેનાથી એ વાતની ખાતરી થાય છે કે, લૉનની સમગ્ર મુદત દરમિયાન ઋણ લેનારી વ્યક્તિ અને ધીરધાર બંનેને જરૂરી પેપરવર્ક સરળતાથી સુલભ થાય.
6. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી મેળવી શકાય છેઃ આવાસ તેની સેવાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરી પાડે છે, જે અંતરિયાળ સ્થળોએ આવેલી એમએસએમઈ માટે લૉન લેવાનું સુગમ બનાવી દે છે. તે ગ્રામ્ય સમુદાયોમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
7. બિઝનેસના વિસ્તરણ, ઉપકરણોની ખરીદી અને કાર્યકારી મૂડી મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય છેઃ આવાસ એમએસએમઈ લૉનને બિઝનેસના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેમાં સમાવિષ્ટ છેઃ
• બિઝનેસનું વિસ્તરણઃ તેના નાણાંનો ઉપયોગ સંચાલનના વિસ્તરણ, નવી શાખા ખોલવા કે માર્કેટને એક્સપ્લોર કરવા માટે થઈ શકે છે, જેની મદદથી એમએસએમઈ વિકાસ સાધી શકે છે અને તેમની આવક વધારી શકે છે
• ઉપકરણોની ખરીદીઃ વિવિધ બિઝનેસ મશીનરી, ટેકનોલોજી અથવા ઉપાદન કે સેવાની આપૂર્તિ માટે જરૂરી હોય તેવા અન્ય ઉપકરણો ખરીદવા, કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતાને સુધારવા માટે આ નાણાંનું રોકાણ કરી શકે છે.
• કાર્યકારી મૂડીઃ એમએસએમઈ આ લૉનનો ઉપયોગ તેમના રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા, ઇન્વેન્ટરી ખરીદવા, પગારની ચૂકવણી કરવા અને લીનના સમયગાળા દરમિયાન સંચાલન સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે કરી શકે છે.
આવાસ એમએસએમઈ લૉનના લાભ
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
નોંધ 1: કેવાયસીના દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે તમારી નજીકમાં આવેલી આવાસ ફાઇનેન્સિયર્સની શાખાની મુલાકાત લો.
નોંધ 2: તમારા તમામ દસ્તાવેજો માન્ય હોય તેની ખાતરી કરો (ડ્રાઇવિંગ લાઇસેન્સ અને પાસપોર્ટના કિસ્સામાં તેની એક્સપાયેરી ડેટ નીકળી ગયેલી હોવી જોઇએ નહીં)
વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો એમએસએમઈ બિઝનેસ લૉન માટે જરૂરી દસ્તાવેજો
આવાસ એમએસએમઈ બિઝનેસ લૉન માટેની પાત્રતા
એમએસએમઈ લૉન માટે તમારા વ્યાજદરની ગણતરી કરવા માટે સૌપ્રથમ તમારો ક્રેડિટ સ્કૉર ચેક કરો
એમએસએમઈ લૉન એ વર્ષ 2022માં તમારા બિઝનેસનું વિસ્તરણ કરવા માટેનો સૌથી અસરકારક અને વિશ્વસનીય વિકલ્પ છે.
સૌથી મહત્વનું તો એ છે કે, તમારો એમએસએમઈ બિઝનેસ પણ નવા શિખરોને સર કરે છે.
ઓનલાઇન પ્રક્રિયાએ એમએસએમઈ લૉન માટે અરજી કરવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ વૈશ્વિક મહામારી દરમિયાન પણ તમે તમારા ઘરેથી ખૂબ જ સુરક્ષિત અને આરામદાયક રીતે એમએસએમઈ લૉન માટે અરજી કરી શકો છો. લૉન લેવાની આ ઓનલાઇન પ્રક્રિયા અનુકૂળ હોવાની સાથે-સાથે ખૂબ ઝડપી પણ છે. આ સમગ્ર પ્રક્રિયાને જેટલી સરળતાથી હાથ ધરવામાં આવે છે, તે જોઇને તમે આશ્ચર્ય થશે. એક ઉચ્ચ સ્તરીય અનુભવ મેળવવા માટે લૉગ ઇન કરો!
એમએસએમઈ બિઝનેસ લૉન અંગેના કેટલાક રસપ્રદ તથ્યો
ટૉલ ફ્રી
1800-20-888-20