Special Offers
કેદારા કેપિટલ એ સંચાલનલક્ષી ખાનગી ઇક્વિટી કંપની છે, જે ભારતમાં કન્ટ્રોલ અને માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટની તકોને ઝડપી લે છે.
કેદારા તેમના ઇન્ટરનેશનલ પાર્ટનર ક્લેટોન તથા નાણાકીય કૌશલ્ય અને સંચાલનની કુશળતાના મિશ્રણનું ઇન્વેસ્ટમેન્ટ મોડેલ ધરાવતી અગ્રણી વૈશ્વિક ખાનગી ઇક્વિટી કંપની ડબિલિયર એન્ડ રાઇસના અનુભવની મદદથી ખૂબ જ સારા નેટવર્ક, ખૂબ જ અનુભવી રોકાણ સલાહકારો અને સંચાલન ટીમની ક્ષમતાઓનું સંયોજન ધરાવે છે.
કેદારાએ ઉદ્યોગસાહસિકો, મેનેજમેન્ટ ટીમો અને કૌટુંબિક માલિકીના બિઝનેસો સાથે સહયોગ સાધ્યો છે તથા તે ખૂબ ઊંડા વ્યૂહાત્મક અને સંચાલન કૌશલ્ય, સલાહકારી અભિગમ તથા આ પ્રકારના બિઝનેસોમાં સ્થાયી મૂલ્ય અને સ્પર્ધાત્મકતાનું નિર્માણ કરવા માટે વૈશ્વિક કનેક્ટિવિટી પૂરાં પાડે છે.
પાર્ટનર્સ ગ્રૂપ એ ખૂબ મોટી, સ્વતંત્ર રોકાણ કંપની છે, જે સાચા અર્થમાં ખાનગી માર્કેટોને સમર્પિત છે, જે 200 મિલિયન ક્લાયેન્ટ્સનું પ્રતિનિધિત્વ કરનારા 800 સંસ્થાગત ક્લાયેન્ટ્સ વતી 135 બિલિયન યુએસ ડૉલરની એસેટ્સ (એયુએમ)ને મેનેજ કરે છે. વર્ષ 1996માં શરૂઆત થયાં પછી પાર્ટનર્સ ગ્રૂપે સમગ્ર વિશ્વના વિવિધ એસેટ્સ ક્લાસમાં 195 બિલિયન યુએસ ડૉલરનું રોકાણ કર્યું છે. પાર્ટનર્સ ગ્રૂપનો ઉદ્દેશ્ય ત્રણ મુખ્ય સ્તંભો એ) ટ્રાન્સફોર્મેશનલ ઇન્વેસ્ટિંગ, બી) ગ્રાહકોને વિશેષ સમાધાનો પૂરાં પાડવા, સી) હિતધારકોનો પ્રભાવ પર ધ્યાન કેન્દ્રીત કરી આર્થિક ચક્રોમાં સ્થિરપણે કાર્યદેખાવ કરવાનો છે.
પાર્ટનર્સ ગ્રૂપ સમગ્ર વિશ્વમાં આવેલી તેની 20 ઑફિસોમાં 550+ ખાનગી માર્કેટ્સના ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સ સહિત 1,800 કર્મચારીઓની ટીમ ધરાવે છે અને તે સ્વિસ સ્ટોક એક્સચેન્જ (એસડબ્લ્યુએક્સઃ પીજીએચએન)માં સૂચિબદ્ધ થયેલી છે.