Special Offers
ઘરની કિંમતો કૂદકેને ભૂસકે વધી રહી હોવાને ધ્યાનમાં રાખતા વર્તમાન પરિસ્થિતિમાં તમારી પોતાની માલિકીના ઘરમાં તમારું લઘુત્તમ જીવનધોરણ જળવાય તેની ખાતરી કરવી એ એક મુખ્ય ચિંતાજનક બાબત બની ગઈ છે. કોઈ જગ્યાને ‘ઘર’ કહેવું એ પૃથ્વી પર વસતી દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત હોય છે. જોકે, સ્થિર રોજગારી અને આવકના અભાવમાં હજુ પણ ઘણાં લોકો આ મૂળભૂત જરૂરિયાતથી વંચિત જ છે.
જો તમે પણ કામકાજ કરી રહ્યાં હો અને પગારદાર હો પણ તમારી પાસે આવકના કોઈ ઔપચારિક દસ્તાવેજો ના હોય તથા તમારે તમારી હૉમ લૉન સંબંધિત નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે નાણાંની જરૂર હોય તો, હવે ચિંતા કરવાની જરૂર નથી! આવાસે ફક્તને ફક્ત તમારા જેવી જ પ્રોફાઇલ માટે એક અલાયદો ઉકેલ ઘડી કાઢ્યો છે.
તમારા જેવી પ્રોફાઇલ ધરાવતા લોકો ઘર ખરીદવા/બાંધવા/બેલેન્સ ટ્રાન્સફર કરવાની તેમની જરૂરિયાત પૂરી કરી શકે તે માટે કૅશ સેલેરાઇડ પ્લસની રચના કરવામાં આવી છે. આવકના કોઈ ઔપચારિક દસ્તાવેજો ના હોવા છતાં અમારી કૅશ સેલેરાઇડ પ્લસ પ્રોડક્ટ તમને તમારા સપનાનું ઘર ખરીદવાની તક પૂરી પાડે છે.
તમે કોઈ અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરી રહ્યાં હો કે તમને તમારો માસિક પગાર રોકડમાં મળતો હોય, તમે આગળ વધીને આવાસ ફાઇનેન્સિયર્સ પાસેથી હૉમ લૉન મેળવવા સરળતાથી અરજી કરી શકો છો.
ભારતમાં કુલ વસ્તીનો એક ઘણો મોટો હિસ્સો એલઆઇજી (લૉ-ઇન્કમ ગ્રૂપ) અને ઇડબ્લ્યુએસ (ઇકોનોમિકલી વીકર સેક્શન)ના વર્ગમાં આવે છે. કમનસીબે, વાત જ્યારે આરોગ્યની સારવાર, શિક્ષણ તથા મૂળભૂત બેંકિંગ/નાણાકીય સેવાઓ જેવા મહત્વના પાસાંઓની થાય ત્યારે લક્ષિત ગ્રાહકોના સંદર્ભમાં આ ગ્રૂપો પર ધ્યાન જ આપવામાં આવતું નથી. અપૂરતી બેંકિંગ સેવાઓ ધરાવતા એવા લાખો લોકો છે, જેમની પાસે ખરાઈ કરી શકાય તેવો કોઈ આવકનો પુરાવો હોતો નથી, જોકે, તેઓ ઠીકઠાક આવક તો રળતા જ હોય છે પણ તેઓ તેમની આવકના પુરાવા તરીકે કોઈ સત્તાવાર દસ્તાવેજો પૂરાં પાડી શકતા નથી.
લૉનની પરત ચૂકવણી કરવા સક્ષમ આવા ઘણાં ઋણકર્તાઓ એ વાતે અજાણ હોય છે કે માર્કેટમાં તેમના માટે પાત્ર નાણાકીય તકો ઉપલબ્ધ છે. તેઓ હજુ પણ એમ જ માને છે કે, લૉન લેવા માટે ખૂબ વધારે દસ્તાવેજો માંગનારી પરંપરાગત બેંકો જ સંપત્તિ ખરીદવા માટે ધિરાણ મેળવવાનો એકમાત્ર સ્રોત છે અને તેઓ એ વાતે પણ અજાણ હોય છે કે આવાસ ફાઇનેન્સિયર્સ જેવી પરવડે તેવી હાઉસિંગ કંપનીઓ તેમની મહત્વકાંક્ષાને પૂરી કરવા તેમને મદદરૂપ થઈ શકે છે અને સમાજના આ ચોક્કસ વર્ગની જરૂરિયાતો પૂરી કરી શકે છે અને આવકના કોઈ પણ પ્રકારના પુરાવાઓ વગર લૉન પૂરી પાડી શકે છે
કૅશ સેલેરાઇડ પ્લસની વિશેષતાઓ
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એકઃ
સ્વીકાર્ય હોય તેવા કેવાયસી દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે કૃપા કરીને નજીકમાં આવેલી આવાસની શાખાની મુલાકાત લો.
ટૉલ ફ્રી
1800-20-888-20