Special Offers
ઘરમાં સમારકામ કરવા માટેની લૉન એ તમારા ઘરને નવો દેખાવ આપવા અને તમારી ઇચ્છા મુજબ તેને રીનોવેટ કરવા માટે નાણાં પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે. અને હવે સરળ હપ્તાઓના વિકલ્પની સાથે આ લૉન મેળવવા માટે થોડી ક્લિક્સ કરીને ઓનલાઇન અરજી પણ કરી શકાય છે.
તેના નામ મુજબ જ હૉમ ઇમ્પ્રૂવમેન્ટ લૉનનો ઉપયોગ તમારા વર્તમાન ઘરમાં સમારકામ કરવા માટે થાય છે, જેમ કે, નવો રૂમ બનાવવો, નવી બાલ્કની ઉમેરવી કે પછી ઘરના વર્તમાન માળખાંમાં થોડાં સુધારા-વધારા કરવા.
તે રીપેર અને રીનોવેશન લૉન તરીકે પણ ઓળખાય છે.
આવાસ હૉમ રીનોવેશન લૉનની મદદથી તમે તમારા વર્તમાન ઘરને આધુનિક દેખાવ આપવા અને આરામદાયક રીતે જીવવા માટે અપગ્રેડ કરી શકો છો.
જો તમે તમારા રહેઠાણના વિસ્તારમાં વધારો કરવા માંગતા હો કે તમારી ઇચ્છા મુજબ તેની ડીઝાઇનને સુધારવા માંગતા હો તો ઘરના સમારકામ માટેની લૉન એ શ્રેષ્ઠ વિકલ્પ છે. વળી, જેમ પરિવાર મોટો થતો જાય તેમ-તેમ જરૂરિયાતો પણ વધે છે અને પરિવારના સભ્યોની વધતી માંગોને પૂરી કરવા માટે તેમાં જગ્યા પણ ઉમેરવી પડે છે. તમે માનો કે ના માનો, ઘરના સમારકામ માટેની લૉન એ જગ્યા વધારવાની જરૂરિયાતને પૂરી કરવા માટેનો સૌથી પરવડે તેવો વિકલ્પ છે.
ઘરના રીનોવેશન માટેની લૉન કે ઘરમાં સુધારા-વધારા કરાવવા માટેની લૉનને તમારા ઘરના સમારકામ અને રીનોવેશન, નવીનીકરણ, વિસ્તરણ કે તેમાં સુધારા-વધારા કરવા માટે મેળવી શકાય છે. તે તમારા ઘરને અપગ્રેડ કરવાના અને તેને તમારી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ મુજબ વધુ આરામદાયક બનાવવાના તમારા સપનાને સાકાર કરવાનો એક રસ્તો છે. ભવિષ્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો, ઘરના રીનોવેશન કે તેમાં સુધારા-વધારા કરવા માટે તમારા નાણાંનું તેમાં રોકાણ કરવું એ એક સારો વિચાર છે. પર્સનલ લૉનની સરખામણીએ હૉમ રીનોવેશન લૉન લેવી એ ઘણો સારો વિકલ્પ છે, કારણ કે, તે કરવેરા સંબંધિત લાભ, પરવડે તેવા વ્યાજદર અને તેના જેવા બીજા ઘણાં લાભ પૂરાં પાડે છે. લૉન માટે અરજી કરતાં પહેલાં ઝડપથી મંજૂરી મળી જાય તે માટે તમારે ઓનલાઇન ફ્રી એલિજિબિલિટી કેલક્યુલેટરનો ઉપયોગ કરીને હૉમ રીનોવેશન લૉન માટેની તમારી પાત્રતા ચકાસી લેવી જોઇએ.
આવાસ હૉમ ઇમ્પ્રૂવમેન્ટ લૉનની વિશેષતાઓ
ઘરના સમારકામ માટેની લૉનના લાભ
ઘરના સમારકામ માટેની લૉન એ લૉનનો જ એક પ્રકાર છે, જે ઘરના માલિકોને તેમના ઘરના રીનોવેશન કે રીપેરિંગ કામ માટે નાણાં મેળવવામાં મદદરૂપ થાય છે. આ લૉનની રચના ખાસ કરીને ઘરના સુધારા-વધારાના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા ખર્ચાઓને આવરી લેવા માટે કરવામાં આવી છે. પોતાના રહેઠાણને અપગ્રેડ કરવા માંગતા ભારતીય ઘરોના માલિકોમાં તે એક લોકપ્રિય વિકલ્પ છે.
આવાસ મદદથી તમે પાત્રતાની રકમની ગણતરી સરળતાથી કરી શકો છો અને ત્યારબાદ તમારે ચૂકવવાના ઇએમઆઈને જાણવા માટે હૉમ લૉન ઇએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.
ઘરના સમારકામની લૉન માટેના પાત્રતાના માપદંડો
વય | અરજદારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય લૉનની શરૂઆત વખતે 70 વર્ષથી વધારે હોવી જોઇએ નહીં. |
---|---|
આવક | લૉનની પરત ચૂકવણી કરવા માટે અરજદાર પાસે આવકનો સ્થિર સ્રોત હોવો જોઇએ. |
સંપત્તિની માલિકી | અરજદાર જે સંપત્તિને રીનોવેટ કરાવવા માંગતા હોય તેના તેઓ માલિક હોવા જોઇએ. |
ક્રેડિટ સ્કૉર | તમને લૉનની જે રકમ પ્રાપ્ત થાય છે, તેનો આધાર તમારી પાત્રતા અને તમારા ક્રેડિટ સ્કૉર પર રહેલો છે. તમારી પાત્રતા અને ક્રેડિટ સ્કૉર જેટલા વધારે તમને લૉનની રકમ પણ એટલી જ વધારે મળી શકે છે. જોકે, અમે (-1)નો ક્રેડિટ સ્કૉર ધરાવતા ગ્રાહકોને પણ નાણાં આપીએ છીએ. |
*કૃપા કરીને અહીં એ બાબત ધ્યાનમાં રાખો કે લૉનની રકમ એ લૉન-ટુ-વેલ્યૂ (એલટીવી) ગુણોત્તરને આધિન છે.
ટૉલ ફ્રી
1800-20-888-20
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
તમારું પાન કાર્ડ ફરજિયાત છે અને અહીં નીચે જણાવેલા દસ્તાવેજોમાંથી કોઈ એક:
નોંધ 1: કેવાયસીના દસ્તાવેજોની સંપૂર્ણ યાદી માટે તમારી નજીકમાં આવેલી આવાસ ફાઇનેન્સિયર્સની શાખાની મુલાકાત લો.
નોંધ 2: તમારા તમામ દસ્તાવેજો માન્ય હોય તેની ખાતરી કરો (ડ્રાઇવિંગ લાઇસેન્સ અને પાસપોર્ટના કિસ્સામાં તેની એક્સપાયેરી ડેટ નીકળી ગયેલી હોવી જોઇએ નહીં)
વિશે વધુ વિગતો મેળવવા માટે ક્લિક કરો ઘરના સમારકામની લૉન માટે જરૂરી દસ્તાવેજો