Special Offers
અમે વિશિષ્ટ પ્રકારના પરિપ્રેક્ષ્યો અને અનુભવો પર આગળ વધીએ છીએ. અમે તેનો ઉપયોગ અમારા કામ, અમારા સમુદાય અને અમને પોતાને સુધારવા માટે કરીએ છીએ.
જિજ્ઞાસા અમારા વિકાસને પ્રોત્સાહન આપે છે. અમે શીખવવા તેમજ શીખવા બંને માટેની તકોને ઝડપી લઇએ છીએ.
સહયોગ એ મહામૂલી મૂડી છે. અમે એક સંયુક્ત મિશનની સાથે એક ટીમ તરીકે કામ કરીએ છીએ.
સતત નવીનીકરણ અને પુનરાવર્તન મારફતે અમે દરરોજ ઉન્નતિ સાધવા પ્રયત્નશીલ રહીએ છીએ.
અમે અમારા ગ્રાહકોને ખુશ અને સંતુષ્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમની સફળતામાં જ અમારી સફળતા રહેલી છે.
અમે સાહસિક પગલાં લેવામાં ખચકાતા નથી અને તેના પરિણામોની જવાબદારી પણ ઉઠાવીએ છીએ.
જે લોકો સારું કામ કરે છે, તેમને સારો સપોર્ટ મળવો જ જોઇએ. આથી જ અમે કામમાં ફ્લેક્સિબિલિટી, કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાની અને આત્મીયતાનો ભાવ કેળવવાની કાળજી લઇએ છીએ.
અહીં દરેક ભૂમિકામાં કંઈને કંઈ શીખવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન કૉચિંગ અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. અમે અમારી ટીમની વૃદ્ધિ અને વિકાસ પ્રત્યે સમર્પિત છીએ. તમને માર્ગદર્શન અને માલિકીભાવ પ્રાપ્ત થશે.
અમારા દ્વારા તમને આપવામાં આવતાં લાભમાં વ્યાપક હેલ્થકૅર, મેડિક્લેઇમ, શિક્ષણ માટેના સ્ટાઇપેન્ડ્સ વગેરે જેવા બીજા ઘણાં લાભનો સમાવેશ થાય છે.
પ્રતિભા અને આઇડિયાને કોઈ પદાનુક્રમના બંધનો નથી નડતા. અમે એ વાતની ખાતરી કરીએ છીએ કે દરેક જણની વાત સાંભળવામાં આવે, તેને ધ્યાન પર લેવામાં આવે અને તેનો આદર કરવામાં આવે.
અહીં નવું શીખવાને પ્રોત્સાહન આપનારા માહોલનો લાભ મળે છે. વીટીએસ નિયમિતપણે અનૌપચારિક શિક્ષણના સત્રો યોજે છે અને એક્સટર્નલ કૉર્સિસ માટે ભથ્થાં પણ પૂરાં પાડે છે.
અમારા સતત વિકસી રહેલા પરિવારમાં જોડાઓ